Header Ads

પદ્મ વિભૂષણ (पद्म विभूषण)

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા વર્ષ 2023 માટેની પદ્મ પુરસ્કારોની યાદી જાહેર કરવામાં આવી હતી. વર્ષ 2023 માટે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ 3 જોડી(Duo) સહિત કુલ 106 પદ્મ પુરસ્કારો પ્રદાન કરવાની મંજૂરી આપી છે. આ યાદીમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે.

https://sachuuuuu.blogspot.com


  • કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ‘પદ્મ પુરસ્કાર – 2023’ ની જાહેરાત :-


• પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા વર્ષ 2023 માટેની પદ્મ પુરસ્કારોની યાદી જાહેર કરવામાં આવી હતી.

• વર્ષ 2023 માટે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ 3 જોડી(Duo) સહિત કુલ 106 પદ્મ પુરસ્કારો પ્રદાન કરવાની મંજૂરી આપી છે.

• આ યાદીમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે.

• ઉલ્લેખનીય છે કે પુરસ્કાર મેળવનારાઓમાં 19 મહિલાઓ, 7 મરણોત્તર પુરસ્કારો અને     વિદેશી/NRI/PIO/OCI ની શ્રેણીમાં      2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

 ગુજરાતમાંથી એક પદ્મવિભૂષણ અને 7 પદ્મશ્રી એમ કુલ આઠ મહાનુભાવોને પદ્મ પુરસ્કારો એનાયત થશે.

https://sachuuuuu.blogspot.com/


પદ્મ વિભૂષણ 2023 ના પુરસ્કારોની ઝાંકી :-


• દેશની કેટલીક જાણીતી પ્રતિભાઓને વર્ષ 2023ના પુરસ્કારો એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.


• જાણીતી હસ્તીઓની વાત કરીએ તો પ્રખ્યાત બિઝનેસમેન નારાયણ મૂર્તિના પત્ની અને જાણીતા લેખક સુધા મૂર્તિ તથા જાણીતા બિઝનેસમેન કુમાર મંગલમ બિરલાને પદ્મભૂષણ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.


• દિવંગત બિઝનેસમેન રાકેશ ઝૂનઝૂનવાલાને મરણોપરાંત પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.


• પ્રખ્યાત ફિલ્મ RRR ના સંગીતકાર એમ.એમ.કિરવાણી અને બોલિવૂડના અભિનેત્રી રવિના ટંડનને પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.


• આત્મનિર્ભર નાના ખેડૂત તુલા રામ ઉપ્રેતી(98 વર્ષ)ને પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરી જૈવિક ખેતીના પ્રચાર પ્રસાર અર્થે પદ્મશ્રીથી નવાજવામાં આવશે.


• પય્યાનુરના ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાની વી.પી. અપ્પુકુટ્ટન પોદુવાલને સામાજિક કાર્ય માટે પદ્મશ્રીથી નવાજવામાં આવશે.


• બાળ ચિકિત્સાક્ષેત્રે ORSની શોધમાં મહત્ત્વનું યોગદાન આપનાર દિલીપ મહાલનોબીસને દવા ક્ષેત્રે પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવશે.


• 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રી સહિત કુલ 106 પદ્મ પુરસ્કારોની યાદી નીચે મુજબ છે.



પદ્મ વિભૂષણ પુરસ્કાર 2023ના વિજેતાઓ :


પદ્મ પુરસ્કારોમાં સૌથી પ્રતિષ્ઠિત એવો પદ્મ વિભૂષણ પુરસ્કાર વર્ષ 2023 માં 6 મહાનુભાવોને એનાયત કરાશે જેમની યાદી નીચે મુજબ છે :

  1.  બાલકૃષ્ણ દોશી(મરણોપરાંત) અન્ય – આર્કિટેક્ચર ગુજરાત
  2.  ઝાકિર હુસેન કલા મહારાષ્ટ્ર
  3.  એસ.એમ. કૃષ્ણ જાહેર બાબતો કર્ણાટક
  4.  દિલીપ મહાલનોબીસ (મરણોપરાંત) દવા પશ્ચિમ બંગાળ
  5.  શ્રીનિવાસ વરાધન વિજ્ઞાન અને ઇજનેરી USA
  6. મુલાયમસિંહ યાદવ(મરણોપરાંત) જાહેર બાબતો ઉત્તર પ્રદેશ








No comments

Powered by Blogger.